મોરબી તાલુકાના આમરણ ગામ નજીક હિટ એન્ડ રન અકસ્માતના બનાવમાં જામનગરથી કચ્છ હાજીપીરના મેળે બાઇક ઉપરજી રહેલા બે મિત્રોને આમરણ ગામ અકસ્માત નડ્યો હતો, જેમાં પુરપાટ ઝડપે આવતી મહિન્દ્રા કંપનીની થાર ગાડીએ બાઇકને પાછળથી ઠોકરે ચડાવતા, બાઇક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બાઇકમાં પછાળની સીટમાં બેસેલ મિત્રને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી થાર ગાડીનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, જામનગરના ચોપડા ફળીમાં રહેતા મહમદ રફીક યાશીનભાઈ પંજાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી તરીકે મહિન્દ્રા કંપનીની થાર ગાડી રજી.નં. જીજે-૩૬-એપી-૧૭૬૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૭/૦૪ ના રોજ ફરીયાદીના ભાઈ મહમદ હુશેન યાસીનભાઈ પંજા રહે.જામનગર વાળો પોતાના હાવાલા વાળુ મોટર સાયકલ રજી.નં. જીજે-૧૦-એજી-૯૯૨૯ વાળુ લઇ પોતાની પાછળ જુમાભાઈ નથુભાઈ કટરીયાને બેસાડી જામનગરથી કચ્છમાં આવેલ હાજીપીરના મેળે જતા હતા ત્યારે રાત્રીના પોણા બે વાગ્યા આસપાસ જામનગર થી આમરણ તરફ આવતા રસ્તે આમરણ ગામ પહેલા મેલડી મતાજીના મંદીર પાસે જામનગરથી કચ્છ તરફ જતી મહીન્દ્રા થાર ગાડીના ચાલકે પોતાના હવાલાવાળી ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઈથી ચલાવી લાવી ફરીયાદીના ભાઈના બાઇકને પાછળના ભાગે ભટકાડી એક્સીડન્ટ કરતા ફરીયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર દરમિમ્યાન મરણ ગયેલ હોય અને સાહેદ જુમાભાઈને પગના ભાગે ફેક્ચર ઇજા તથા શરીરે છોલાણ ઇજા કરી પોતાના હવાલા વાળી ગાડી લઇ નાસી ગયો હતો, હાલ પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.