મોરબી શહેરના શકત શનાળા ગામ નજીક રાજપર ચોકડી પાસે સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-કે-૨૪૯૧માં વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૭૦૦/- લઈને નીકળેલ આરોપી સારંગભાઇ મનિશભાઇ રાવલ ઉવ.૨૨ રહે-શક્ત શનાળા ગામ નિતીન નગર ટાવર પાસે મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે સ્પ્લેન્ડર બાઇક કિ.રૂ.૪૦ હજાર સહિત રૂ.૪૦,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.