Sunday, August 10, 2025
HomeGujaratમોરબીના જુના ઘુંટુ રોડ ઉપર કાર હડફેટે બાઇક ચાલક ઇજાગ્રસ્ત, ચહેરા ઉપર...

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર કાર હડફેટે બાઇક ચાલક ઇજાગ્રસ્ત, ચહેરા ઉપર કારનું વ્હીલ ફરી વળ્યું.

મોરબી શહેરના જુના ઘુંટુ રોડ ઉપર ઇનોવા કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકરે ચડાવતા, રોડ ઉપર બાઇક સહિત પડી ગયેલા બાઇક ચાલકના ચહેરા ઉપર કારનું ટાયર ફરી ગયું હતું, અકસ્માત સર્જી કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉઓરથી નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં હાથમાં ફ્રેકચર અને ચહેરા ઉપર ગંભીર ઇજાઓ અંગેની સારવાર ચાલુ કરી હતી. હાલ ઇજાગ્રસ્ત યુવકના પિતાએ અકસ્માત સર્જી ભાગી ગયેલ કાર ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વધુ એક હિટ એન્ડ રનના બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના ઘુંટુ ગામે રહેતા વેલજીભાઈ નવઘણભાઈ કારોતરા ઉવ.૪૭ એ ઇનોવા કાર રજી.નં.જીજે-૩૬-એસી-૪૮૦૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૨૭/૦૭ના રોજ વેલજીભાઈનો દીકરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એમ-૯૮૬૧ મોટર સાયકલ લઈને મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક કમ્પ્યુટર ક્લાસથી પોતાના ઘરે પરત જતો હોય ત્યારે જુના ઘુંટુ રોડ ઉપર સિલ્વર સોસાયટી નજીક પછકથી આવતી ઇનોવા કારના ચાલકે પિતાની કાર બેફામ સ્પીડે ચલાવી આગળ જઈ રહેલા મોટર સાયકલને પાછળથી જોરદાર ટક્કર મારતા, મોટર સાયકલ ચાલક રોડ ઉપર પટકાયો હતો, તે દરમિયાન ઇનોવા કારનું વ્હીલ યુવકના ચહેરા ઉપર ફેરવી કાર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, ત્યારે ફરિયાદી વેલજીભાઈના દીકરા નાથાભાઇ ઉવ.૧૯ને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર સબબ રાજકોટ સીનર્જી હોસ્પિટલ લઈ જવામાં આવેલ. જ્યાં બાઇક ચાલક નાથાભાઈને ચહેરા ઉપર ગંભીર ઇજાઓ તેમજ હસ્થમા ફ્રેકચર જેવી ઇજાઓની સારવાર ચાલુ કરી દીધી હતી. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી ઇનોવા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!