Friday, September 20, 2024
HomeGujaratમોરબીના રાજપર રોડ પર ઇકો કારે હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત

મોરબીના રાજપર રોડ પર ઇકો કારે હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત

મોરબીમાં અકસ્માતોનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરબી રાજપર રોડ સહજાનંદ પ્લોટીંગ પાસેથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુરપાટ ઝડપે જતી ઇકો કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઈ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાના નશીતપર નવાપ્લોટ વૃંદાવન ચોકની બાજુમાં રહેતા અમિતભાઇ શામજીભાઇ અંદરપા ગત તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ પોતાનું બાઈક લઈ મોરબી રાજપર રોડ સહજાનંદ પ્લોટીંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે GJ.36.AF.2401 નંબરની ઇકો કારના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી ફરિયાદીના બાઇકને પાછળથી ભટકાવી ફરિયાદીને પાંસળીના ભાગે તથા મણકાના ભાગે ફેકર જેવી ઇજા પહોંચાડી હતી. જેથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે આરોપી અકસ્માત સર્જી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!