Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી-રાજકોટ હાઈવે પર કાર અડફેટે બાઈકચાલકનો ભોગ લેવાયો

મોરબી-રાજકોટ હાઈવે પર કાર અડફેટે બાઈકચાલકનો ભોગ લેવાયો

મોરબી-રાજકોટ હાઈવે પર આવેલ અજંતા ક્લોકની નજીક બેફામ સ્પીડે આવતી કારની ઠોકરે બાઈક ચાલકનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ટાંકારા તાલુકાના નસીલપર ખાતે રહેતા ઉમેશભાઇ સંગાડા પોતાનું બાઈક રજી. નં.GJ-03-AJ-6037 લઇ નસીલપરથી મોરબી તરફ જઇ રહ્યા આ દરમિયાન અંજતા પાસે પહોંચતા પાછળથી પુરપાટ વેગે આવતી મારૂતી સ્વીફટ કાર રજી.નં.GJ-36-R-3518ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દઇ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ઉમેશભાઈ રોડ પર પટકાતા માથાના ભાગે તથા ખંભાના ભાગે અને શરીરે નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ઇજાઓ જીવલેણ નિવડતા બાઈકચાલકનું મુત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાને લઈને વિપુલ ભારતભાઇ સંગાડા (ઉ.વ.૨૪ રહેહાલ-નસીલપર બાલાજી ઇન્ડસ્ટ્રીજના લેબર ક્વાટરમાં તા.ટંકારા)એ કારચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!