હળવદ પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે તાલુકાના રણમલપુર ગામે દેશી દારૂના વેચાણ અંગે રેઇડ કરવા જતાં હોય ત્યારે પોલીસને દૂરથી આવતા જોઈ બુટલેગર દેશી દારૂ અને બાઇક રેઢું મૂકીને બાવળની કાંટમાં નાસી ગયો હતો. હાલ પોલીસે બાઇક અને ૧૫ લીટર દેશી દારૂ સહિત રૂ.૨૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, રણમલપુર ગામે તળાવની પાળ નજીક આરોપી અનિલભાઈ રાઠોડ મોટર સાયકલ ઉપર દેશી દારૂ લઈને પોતાના વાડા તરફ જવાનો હોય, જે મળેલ બાતમીને આધારે હળવદ પોલીસ રણમલપુર ગામે રેઇડ કરતા, જ્યાં મોટર સાયકલ સુપર સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-એએ-૧૦૨૪ ઉપર દેશી દારૂ લઈને આવતા આરોપી અનિલભાઈ નાનજીભાઈ રાઠોડ રહે. રણમલપુર ગામ તા.હળવદ વાળો પોલીસને દૂરથી આવતા જોઈ બાઇક અને દેશી દારૂ મૂકીને બાવળની કાંટમાં નાસી ભાગી ગયો હોય ત્યારે પોલીસે મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા દેશી દારૂ સહિત રૂ.૨૩,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.