Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરમાં બુટલેગરે દારૂ છૂપાવવા નવો કીમિયો અજમાવ્યો પણ પોલીસથી ન બચી શક્યો

વાંકાનેરમાં બુટલેગરે દારૂ છૂપાવવા નવો કીમિયો અજમાવ્યો પણ પોલીસથી ન બચી શક્યો

મોરબીમાં બુટલેગરો વિદેશી દારૂ છુપાડવા નિતનવા કીમિયા અજમાવતા હોય છે. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકાના પોલિસે બુટલેગરના આવા જ એક કીમિયાને નિષ્ફળ બનાવ્યો હતો. જેમાં ઈસમે પાણી ભરેલ ખાડામાં વિદેશી દારૂની બોટલો છુપાવેલી હતી. જે પોલીસે પકડી પાડી હતી. પરંતુ બુટલેગર મળી ન આવતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,મકતાનપર ગામની પાછળ વરડુસર ગામ તરફ જવાના કાચા રસ્તે ઘનશ્યામભાઇ પ્રેમજીભાઇ રાણેવાડીયા નામના આરોપીએ વિદેશી દારૂની બોટલ પાણી ભરેલ ખાડામાં છુપાવેલ હોવાની ચોક્કસ હકીકતના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર રેઈડ કરવામાં આવી હતી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેગ્ડોવેલ્સ નં.01 વ્હીસ્કીની રૂ.૧૮૭૫/-ની કિંમતની ૫ બોટલો કબ્જે કરી હતી, જો કે આરોપી ઘનશ્યામભાઇ પ્રેમજીભાઇ રાણેવાડીયા (રહે.મકતાનપર તા.વાંકાનેર) સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!