વાંકાનેર તાલુકાના માટેલ ગામે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાને ઇરાદે બાવળની કાંટમાં છુપાવી વેચાણ કરતા એક ઇસમને પોલીસે ઝડપી લીધેલ હતો, જ્યારે વિદેશી દારૂ આપનાર સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે મહેશભાઈ ઘીણોજા માટેલ ગામે મઢુંલી પાસે બાવળની કાંટમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી તેનું વેચાણ કરતો હોય જેથી તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા બાવળની કાંટમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૫ બોટલ મળી આવી હતી, સાથે આરોપી મહેશભાઈ ટીડાભાઈ ઘીણોજા ઉવ.૨૯ રહે.માટેલ સહકારી મંડળી સામે તા.વાંકાનેરની અટક કરી હતી. જ્યારે પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ વિદેશી દારૂનો જથ્થો હળવદના માથક ગામે રહેતો આરોપી અજય રૂડાભાઈ જેતપરા પાસેથી મેળવ્યા અંગેની કબુલાત આપતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.