મોરબી: હળવદ પોલીસે આજે બાતમીના આધારે હળવદના ચુપણી ગામની સીમમા દેશી પીવાનો દારૂ ૮૦૦ લિટર ફુલ.કી.રૂ ૧૬,૦૦૦ ના મુદામાલ સાથે બુટલેગરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ પ્રોહી જુગારની બદી સદંતર નામુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલ બંસલના માર્ગદર્શન હેઠળ હળવદ પીઆઈ એમ.વી.પટેલને પ્રોહીબિશનની પ્રવૃતી ઉપર કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા નાઓની બાતમી આધારે હળવદના ચુપણી ગામની સીમમા દેશી પીવાનો દારૂ ૮૦૦ લિટર ફલ.કી.રૂ ૧૬,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી ધીરૂભાઇ કેશુભાઇ વાજેલીયા (ધંધો-મજુરી રહે. ચુપણી તા.હળવદ જી.મોરબી) વાળા સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.