હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે બસ સ્ટેન્ડ પાછળ આવેલ મોહિતભાઈ પરમારના રહેણાંકમાં રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૬૪૧/- મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી મોહિતભાઈ હસમુખભાઈ પરમાર હાજર નહીં મળી આવતા તેને હળવદ પોલીસે વોન્ટેડ જાહેર કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.