મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવક મામાનાં દીકરાની બબાલમાં સમાધાન કરાવવા જતા ત્રણ ઈસમોએ યુવક પર ઘાતકી હુમલો કર્યો હતો. જે બનાવમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે યુવકે ત્રણેય ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ટીબડી પાટીયા પાસે રહેતો મૂળ એમ.પી.નો રાધેશ્યામભાઇ રતનભાઇ ડામોર નામનો યુવક ગત તા-૩૧/૦૫/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે તેના મામાના દિકરા મહેશને કારખાનામા ઝઘડો થયેલ હોય જેથી સમાધાન કરવા જતા ક્રિષ્નપાલ, ક્રિષ્નપાલના પત્નિ તથા મોહિત નામના ઈસમો ગાળાગાળી કરવા લાગતા જેઓને સમજાવવા જતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાય જઇને ફરીયાદી સાથે ઝઘડો કરવા લાગેલ હોય અને ક્રિષ્નપાલે લાકડાના ધોકો(પાવડા) વડે યુવકને મારવા જતા યુવકે હાથ આડો કરી લેતા ફરિયાદીના માથામા ધોકો વાગી જતા તથા ક્રિષ્નપાલના પત્નિએ પણ ફરિયાદીના વાસામા લાકડાના ધોકો(પાવડા) વડે મારમારતા તથા મોહિતે ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ફરિયાદીને શરીરે મુઢ ઇજા તથા માથાના ભાગે ફેકચર થયેલ હોવાનુ ડોક્ટરે જણાવતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.