Friday, December 27, 2024
HomeGujaratટંકારાનાં મિતાણા નેકનામ રોડ પર આખલો આડો ઉતરતા બાઈક અક્સ્માત સર્જાયો: એકનું...

ટંકારાનાં મિતાણા નેકનામ રોડ પર આખલો આડો ઉતરતા બાઈક અક્સ્માત સર્જાયો: એકનું મોત, એકની હાલત ગંભીર

ટંકારામાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મિતાણા નેકનામ રોડ પર થી થોડેક આગળ જતા મોટરસાઇકલ સવાર બે લોકોની આડે આખલો ઉતરતાં બાઈક ધડાકાભેર ખુટીયા સાથે અથડાઈ હતી. જેનાં કારણે મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે પાછળ બેસેલ યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાનાં ગજડી ગામે આવેલ સુરેશભાઇ દેવકરણભાઇ પનારાની વાડીમા રહેતા માંજરીયા ઉર્ફે સુનીલભાઇ રત્નાભાઇ વસુનીયા પાગળાભાઇ ઉર્ફે રમણભાઇ વિરસીંગભાઇ બામણીયા (રહે- હાલે-જબલપુર નિલેશભાઇ ડાયાભાઇ પટેલના વાડામા તા.ટંકારા જી.મોરબી મુળ રહે-ગામ મહેન્દ્રા ડુબણીયા ફળીયુ તા.બર્જર જી.અલીરાજપુર (એમ.પી)) સાથે તેની GJ-01-CD-6772 નંબરની હોન્ડા કંપનીની સ્પલેન્ડર પ્લસ મોટરસાઇકલ પર જતા હતા. ત્યારે મિતાણા ગામ થી થોડેક આગળ તેઓની મોટરસાઇકલ સામે આખલો આવતા તેની સાથે મોટરસાઇકલ ભટકાડતા માંજરીયા ઉર્ફે સુનીલભાઇ રત્નાભાઇ વસુનીયાને માથાના ભાગે ઇજા પહોંચી હતી. તેમજ મોટરસાઇકલ ચાલકને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જે સમગ્ર મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!