Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના પીપળી ગામ નજીક કાળમુખા ડમ્પર હડફેટે મોપેડ સવાર વેપારી યુવકનું કમકમાટીભર્યું...

મોરબીના પીપળી ગામ નજીક કાળમુખા ડમ્પર હડફેટે મોપેડ સવાર વેપારી યુવકનું કમકમાટીભર્યું મોત

મોરબીના પીપળી રોડ ઉપર માતેલા સાંઢની જેમ પુરપાટ ગતિએ ચાલતા ડમ્પરના આગળના ટાયરની ઠોકરે મોપેડ સવાર વેપારીને મોપેડ સહિત ઢસડતા વેપારીનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર રેઢું મૂકીને નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

અકસ્માતના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના પીપળી રોડ બેલા ગામની સીમમા આવેલ જે ટી પટેલ એન્ડ કંપની સામે રોડ ઉપર ડમ્પર રજી.નં. જીજે-૩૬-વી-૫૪૪૫ ના ચાલકે પોતાનું ડમ્પર પુરપાટ ગતિએ અને બેદરકારી તથા માણસોની જિંદગી જોખમાય તેમ ચલાવી રોડ ઉપર આગળ ટીવીએસ મોપેડ રજી. નં. જીજે-૦૩-ઇક્યુ-૯૫૪૨માં જઇ રહેલા વેપારી હસમુખભાઇ ભગવાનજીભાઇ બોપલીયાને ડમ્પરના આગળના ટાયરમાં હડફેટે લઇ હસમુખભાઈને મોપેડ સહિત ઢસડતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું . બીજીબાજુ ગંભીર અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન દુર્ઘટના સ્થળે રેઢું મૂકીને નાસી ગયો હતો. બનાવ બાબતે મૃતકના ભાણેજની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!