મોરબીમાં વાહન ચોર ઈસમો ફરી સક્રિય થયા હોય તેમ વધુ એક મોટર સાયકલ ચોરીની ફરિયાદ અત્રેના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, જેમાં મોરબી સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા ઉવ.૩૨ નામના વેપારીએ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એ-૪૮૦૫ કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે ફરિયાદ નોંધાવી છે, રાજદીપસિંહ ગત તા.૧૭/૧૦ ના રોજ તેમનું ઉપરોક્ત મોટર સાયકલ લઈને મોરબી સીટી વિસ્તારમાં ગયા હોય ત્યારે તેમણે પોતાનું મોટરસાયકલ તખ્તસિંહજી રોડ મામદેવના મંદિર પાસે પાર્ક કર્યું હોય ત્યાંથી કોઈ અજાણ્યો વાહન ચોર ઈસમ ચોરી કરી નાસી ગયો હોય જે બાબતે પ્રથમ ઇ એફઆઈઆર બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ મોટર સાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.