Saturday, July 27, 2024
HomeGujaratમોરબીની બૌધનગર સોસાયટીનાં પાછળના ભાગે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબીની બૌધનગર સોસાયટીનાં પાછળના ભાગે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબીમાં દેશી દારૂની બદીને અટકાવવા મોરબી જિલ્લા પોલીસ દિન રાત કાર્યવાહી કરી રહ્યું છે. અને એક બાદ એક બુટલેગરો પર રેઈડ કરી દેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નજરબાગ નજીક બૌધનગર સોસાયટી પાછળના ભાગે સરકારી ખરાબાની પડતર જમીનમાં ધમધમતી એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, નજરબાગ નજીક બૌધનગર સોસાયટી પાછળના ભાગે સરકારી ખરાબાની પડતર જમીનમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રૂ.૨૦૦/-ની કિંમતનો ૧૦૦ લીટર ગરમ આથો, રૂ.૮૦૦/-ની કિંમતનો ૪૦૦ લીટર ઠંડો આથો તથા રૂ.૧૬૦/-ની કિંમતનો ૦૮ લીટર દેશીદારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૨૭૧૦/- ના મુદ્દામાલ સાથે સિરાજભાઇ ઉર્ફે જાવલો હુશેનભાઇ પઠાણ (રહે.બૈાધનગર બીજીશેરી નજરબાગ નજીક મોરબી-૨ મુળ રહે.ખડીયાવાસ જુલતાપુલ પાસે એલ.ઇ.કોલેજ રોડ મોરબી-૨) નામના શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!