મોરબી તાલુકા પોલીસે જીવાપર (ચ) ગામની સીમમાં મોરીયાની સીમ ખાતે પાણીના વોકળા પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. અને ઈસમ પાસેથી દેશી દારૂ બનાવવાનો આથો તેમજ દારૂ બનાવવાં માટેના સાધનો સહિત કુલ 23,700 નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના જીવાપર (ચ) ગામની સીમ મોરીયાની સીમ તરીખે ઓળખાતી કાંતીભાઇ કાલરીયાની વાડી પાસે આવેલ પાણીના વોકળા પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી રહી હોય જે આરોપી કાંતીલાલ નથુભાઇ કાલરીયાએ ગેર કાયદેસર પાસ પરમીટ કે આધારવગર ચાલુ રાખી હતી. જેને ત્યાં મોરબી તાલુકા પોલીસે રેઇડ કરી પતરાનુ બેરલમાં રહેલ રૂ.200ની કિંમતનો 100 લીટર ગરમ આથો, આશરે 50 લીટર ક્ષમતાવાળા પ્લાસ્ટિકના 08 બેરલમાં રહેલ દેશીદારૂ બનાવવાનો રૂ.800ની કિંમતનો 400 લીટર ઠંડો આથો, 30 લીટરની ક્ષમતાવાળા કેરબામાં તથા બંન્ને કાપડના થેલામા દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી 60 લિટર રૂ.1200, ભઠ્ઠીને લગતા સાધનો તથા હેરા ફેરી માટે ઉપયોગ કરેલ રૂ,20,000/-ની કિંમતનું GJ-03-BN-1291 નંબરનું હિરો હોન્ડા કંપનીનુ સ્પેલન્ડર પ્લસ મોટરસાઈકલ મળી કુલ રૂ. 23,700ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.