ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ખુલ્લેઆમ કેમિકલ યુક્ત દારુ વેચાય છે. જેને પકડી પાડવા પોલીસ દ્વારા પણ એક બાદ એક રેઇડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હળવદ પોલીસે ગઈકાલે ગોલાસણ ગામની સીમમાં આવેલ બ્રાહમણી ડેમના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી સ્થળ પર જ તોડી પડાઈ હતી. અને દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ગોલાસણ ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં બ્રાહમણી ડેમના કાંઠે ઓગાનમાં બાવળની કાટમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી દેશી દારૂ બનાવવાનો રૂ.૩૨૦૦/-ની કિંમતનો આશરે ૧૬૦૦ લીટર ઠંડો આથો તથા ભઠીના સાધનો તથા અખાધ્ય ગોળના રૂ.૮૦૦/-ની કિંમતના ૪ ડબ્બા તથા ખાલી પડેલ પતરા પડેલ ડબ્બા સ્થળ ઉપર આથાને ઢોળી તથા ગોળના ડબ્બાઓ તેમજ ખાલી પતરાના ડબ્બાઓ સ્થળ ઉપર નાશ કરી કુલ રૂ.૫૪૦૦/- ના મુદામાલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ભઠ્ઠી ચલાવતો વિક્રમભાઇ ચંદુભાઇ સુરેલા (રહે.ગોલાસણ તા.હળવદ જી.મોરબી) નામનો ઈસમ સ્થળ પરથી નહિ મળી આવતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે,