માળીયા(મી) પોલીસે નવાગામની સીમમાં નદી કાંઠે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેઇડ કરી ગરમ-ઠંડો આથો, દેશી તૈયાર દારૂ તથા ભઠ્ઠીના સાધન સામગ્રી, મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને આવતા જોઈ એક ઈસમ અંધારામાં નાસી ગયો હતો, જેથી પોલીસે નાસી ગયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, નવાગામના નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય અને હાલ ત્યાં દેશી દારૂનું વેચાણ પણ ચાલુ હોય જેથી તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જ્યાં આરોપીએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી પતરાનુ બેરલ નંગ-૦૧ માં રહેલ ગરમ આથો લીટર-૧૦૦ કિં.રૂ. ૨૫૦૦/- તથા આશરે ૨૦૦ લીટર ક્ષમતાવાળા પ્લાસ્ટીકના બેરલ નંગ-૦૧ માં રહેલ દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૧૦૦ કિં.રૂ.૨૫૦૦/- તથા પ્લાસ્ટીકના આશરે ૩૫ લીટર ક્ષમતાવાળુ કેન નંગ-૪ માં રહેલ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લીટ૨-૧૪૦ કિં.રૂ.૨૮૦૦૦/- તથા ભઠ્ઠી લગત સાધનો જેમાં ટીનનુ બકડીયુ નંગ-૦૧, નળી સાથેની થાળી નંગ-૦૧, ઓપો કંપનીનો મોબાઇલ કી.રૂ.૫૦૦૦/-મળી કૂલ કિં.રૂ.૩૮૧૫૦/- ના મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન એક આરોપી પોલીસને જોઈ અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. હાલ માળીયા(મી) પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેને પકડી લેવા શોધખોળ શરૂ કરી છે.