ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના કેમ્પના લાભાર્થે અને સરળતા થી સહાય મળી રહે તે માટે હળવદમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર અને પાટિયા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મામલતદાર કચેરી અને હળવદ નગરપાલિકા કચેરીના વિશેષ સહયોગથી આયોજન કરાયું છે.
હળવદ શહેરમાં રહેતા ગંગા સ્વરૂપ વિધવા બહેનોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયની અરજી અને મંજૂરી તથા જરૂરી કાર્યવાહી સરળતાથી મળી રહે તેવા શુભ આશયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા નક્કી કરેલ ધારા ધોરણમાં સમાવિષ્ટ લાભાર્થીએ પાટિયા ગ્રુપ દેવજીભાઈ દલવાડી (SBI) Mo. 98257 55228, દિલીપભાઈ સસાડીય (GEtco)Mo. 98254 90892, પંકજભાઈ ઠક્કર (SBI)Mo. 99749 36076, આશિષભાઈ દવે Mo. 8849422720, પારસ ભાઈ પરમાર Mo. 97239 14600 તેમજ યુવા ભાજપના રવિભાઈ પટેલ Mo. 80008 48444, જયદીપભાઈ રબારી Mo. 95123 12112, મહેશભાઈ તારબુંદીયા Mo. 98794 58604, અજયભાઈ મકવાણા Mo. 99134 93009, મયુરભાઈ ગાંધી Mo. 85300 72400, સન્નીભાઈ ત્રિવેદી Mo. 90163 07790, વિશાલભાઈ ધારીયા પરમાર Mo. 81608 74317 મોબાઈલ નંબર ઉપર ફક્ત ફોન દ્વારા જાણ કરવાની રહેશે. ત્યાર બાદ સ્વયંસેવક મિત્રો લાભાર્થીના ઘરે જઈને ફોર્મને લગતી તમામ દસ્તાવેજો ચકાસણી કલેક્ટ કરી જરૂરી સોગંદનામાં અને અન્ય દાખલાઓ સરળતાથી નીકળી જાય જરૂર જણાય તો લાભાર્થીને કચેરીએ રૂબરૂ આવવા જવાની વાહન વ્યવસ્થા પણ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવશે. તેમજ સ્ટેમ્પ એન્ડ ડ્રાફ્ટિંગની સેવા મહેશભાઈ કણજરિયા મારુતિ ઝેરોક્ષ, એન.સી.ગઢિયા અને અતુલ પાઠક દ્વારા નોટરી સેવા આપવામાં આવશે. જે કેમ્પમાં લાભાર્થીને ડોક્યુમેન્ટ તૈયાર કરી કેમ્પની તારીખ સમય અને સ્થળ નક્કી કરવામાં આવશે જેની લાભાર્થીને જાણ કરવામાં આવશે. જે સેવાકાર્યમાં આપ સેવા આપવા માંગતા હોય તો તપનભાઈ મોબાઇલ નં. 9727366100 અને ધર્મેશ ભાઈ શાહ મોબાઇલ નં. 9374228537 પર સંપર્ક કરવા જણાવાયું છે.