૧૯૭૪માં જેઠ સુદ તેરસના શુભદિને હિન્દુ જનજનના લોકપ્રિય મહાનાયક શિવાજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. વર્ષોથી લોકોના માથે છત્ર બનીને તેમની રક્ષા કરનાર શિવાજીને આ દિવસે ‘છત્રપતિ’ના બિરુદથી સન્માનવામાં આવ્યા અને રાયગઢના રાજા બનાવ્યા હતા. જેથી આ દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઓળખવામાં આવે છે. જેની ઉજવણીના ભાગરૂપે આગામી તા.૦૨–૦૬-૨૦૨૩ને શુક્રવારે મોરબીના આઈકોન રેસીડન્સીથી સ્વાગત ચોકડી (કેપીટલ માર્કેટ) સુધી વિશાલ કાર અને બાઈક રેલી યોજાશે, અને કેપીટલ માર્કેટ, રવાપર ચોકડી ખાતે વિભા સભા યોજાશે.
જેઠ સુદ તેરસને શુક્રવાર તા. ૦૨–૦૬-૨૦૨૩ ના રોજ જયા૨ે છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજયના ૩૫૦ વર્ષ થઈ રહ્યા છે. ત્યારે આપણે હિન્દુ સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજયાભિષેક દિવસને ઉજવાતા હિન્દુ સામ્રાજય દિન નિમિતે કાર અને બાઈક રેલીનું મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ભાઈઓ-બહેનો અને બાળકો મોટી સંખ્યામાં જોડશે. જે મસાલ રેલી રાત્રે ૮:૧૫ કલાકે આઈકોન રેસીડન્સી ખાતેથી શરુ થશે અને આગળ આઈકોન રેસીડન્સી–એસ.પી. રોડ– કુળદેવી પાન–ક્રિષ્ના સ્કૂલ–બોની પાર્ક, રવાપર–વર્ધમાન એપાર્ટમેન્ટ–આલાપ રોડ–વજેપર મેઈન રોડ–શિવાજી મહારાજ સર્કલ (સબ જેલ ચોક)–જેલ રોડ, વાઘપરા મેઈન રોડ, સ્વામી વિવેકાનંદ રોડ–રાજકોટ નાગરિક બેન્ક—ઘનશ્યામ માર્કેટ–નીલકંઠ સ્કૂલ–નરસંગ ટેકરી મંદિર થઈ સ્વાગત ચોકડી (કેપીટલ માર્કેટ) ખાતે પૂર્ણ થશે. જ્યાં રાત્રે ૧૦:૦૦ કલાકે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કાર અને બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.