Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરમાં ૧૨૦ બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઇ

વાંકાનેરમાં ૧૨૦ બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઇ

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવતા આરોપી કાર રેઢી મૂકીને ફરાર

- Advertisement -
- Advertisement -

મોરબી: વાંકાનેરમાં પોલીસે ૧૨૦ બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કારને ઝડપી લીધી હતી.જો કે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવતા આરોપી કાર રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો.

મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા સુચના કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ એન.એ.વસાવા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન પોલીસ કોન્સ જગદીશભાઈ ચીકાભાઈ ગાબુ તથા બાબુલાલ વાલજીભાઈ દુધરેજીયા નાઓ ને સંયુક્તમા ખાનગીરાહે હકીકત મળેલ કે, થાન બાજુથી એક સ્વીફટ કાર નં-GJ-03-FK-0911 વાળીમા ઈંગ્લીશ દારૂ ભરીને આવે છે તેવી ચોક્કસ હકીકત આધારે સદર ગાડીની વોચ તપાસમા હતા તે દરમ્યાન સદર ગાડી હશનપર રેલ્વે ફાટક પાસે રોડ ઉપર આરોપી ગાડી મુકી નાશી ગયેલ હોય જેમા ભારતિય બનાવટ પરપ્રાંતિય ઈગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨૦ કી.રૂ.૪૫૦૦૦/ તથા સ્વીફટ કાર નં-GJ-03-FK-0911 કી.રૂ.૨૦૦,૦૦૦ એમ કુલ મુદ્દામાલ કી.રૂ.૨૪૫૦૦૦ મળી આવતા કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!