મોરબીના નેક્સસ સિનેમા પાછળ રણછોડનગર રોડ ઉપર મોડીરાત્રીના એક રેનોલ્ટ ક્વિડ કારમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં મોરબી ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.
મોરબી શહેરમાં મોડી રાત્રે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં રાત્રે ૨૨:૧૨ વાગ્યે કોલ મળ્યો હતો કે નેક્સસ સિનેમા પાછળ રણછોડનગર રોડ પર ઉભેલી જીજે-૩૬-આર-૩૩૦૫ નંબરની રેનોલ્ટ ક્વિડ કારમાં અચાનક આગ લાગી છે. જેથી મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાની ઘટના બની નહોતી, જોકે કારને નુકસાન પહોંચ્યું હતું. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.









