Friday, June 6, 2025
HomeGujaratવાંકાનેરના મકતાનપર ગામે રહેણાંકમાંથી પકડાયેલ વિદેશી દારૂના ૨૦ ચપલા અંગે પિતા-પુત્ર વિરુદ્ધ...

વાંકાનેરના મકતાનપર ગામે રહેણાંકમાંથી પકડાયેલ વિદેશી દારૂના ૨૦ ચપલા અંગે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો.

પોલીસે પિતાની કરી ધરપકડ, જ્યારે પુત્રને ફરાર જાહેર કર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે મકતાનપર ગામે પૂર્વ બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના ૨૦ ચપલા સાથે એક પ્રૌઢની અટક કરી હતી જ્યારે વિદેશી દારૂનો જથ્થો લાવી આપનાર આરોપી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા, તેને ફરાર દર્શાવી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે રહેતા મશરૂભાઈ નાનજીભાઈ અબાસણીયા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની વાંકાનેર તાલુકા પોલીસને મળેલ બાતમીને આધારે રેઇડ કરતા, રહેણાંક મકાનના ફળીયામાં સીડી નીચેથી વિદેશી વાઈટ લેસ વોડકાની ૧૮૦મીલી. ની ૨૦ બોટલ કિ.રૂ.૨,૦૦૦/-મળી આવી હતી, જેથી આરોપી મશરૂભાઈ નાનજીભાઈ અબાસણીયા ઉવ.૫૨ ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો લઈ આપનાર આરોપી તરીકે આનંદભાઈ મશરૂભાઈ અબાસણીયાના નામની કબૂલાત આપતા, વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!