Wednesday, October 30, 2024
HomeGujaratમાળીયાના જુના ધાટીલા ગામે જમીન હડપ કરનાર સામે ગુનો નોંધાયો

માળીયાના જુના ધાટીલા ગામે જમીન હડપ કરનાર સામે ગુનો નોંધાયો

માળીયાના જુના ધાટીલા ગામે વૃધ્ધની જમીન હડપ કરનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ માળીયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષથી ગેરકાયદે કબજો કરનાર સામે જિલ્લા કલેકટરને અરજી કરતા અંતે ગુનો નોધવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હાલ હળવદમાં રહેતા અને માળીયાના જુના ધાટીલા ગામના સર્વે નંબર હેઠળ જમીન ધરાવતા વૃધ્ધ મનહરદાન હરદાન દેવકાની જમીન પર તેજ ગામના શખસ બચુભાઈ નારણભાઈ જાકાસણીયાએ ૨૦૧૮થી ગેરકાયદે કબજો જમાવી દીધો હતો જેથી વૃધ્ધે પ્રથમ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ જિલ્લા કલેકટરને અરજી કરતા તપાસના અંતે ગુનો દાખલ કરવામાં આવતા આરોપી સામે માળીયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ મોરબીના નાયબ પોલીસ અધિક્ષક એમ. આઈ. પઠાણ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!