મોરબીમાં જીલ્લા પોલીસ દ્વારા હાલ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક ચેકીંગની કાર્યવાહી શરૂ હોય તે દરમિયાન નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ નજીક લાયન્સનગરમાં બુટલેગરની ચેકીંગ કાર્યવાહીમાં તે જે ભાડેના મકાનમાં રહે છે તે મકાન-માલીકે તેનો ભાડા કરાર નહીં કરાવ્યો હોય જેથી મકાન-માલીક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી બી પોલીસ દ્વારા દારૂ વેચવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બુટલેગર મહેબૂબ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરાની તપાસ અર્થે બુટલેગરના ઘરે ગયા હોય, ત્યારે તે મકાન માસિક રૂ. ૪,૦૦૦/-માં ભાડે રાખ્યું હોય જે મકાન-માલીક હરેશભાઇ ભવાનભાઇ ડાંગર ઉવ.૪૦ રહે. મોટા દહીંસરા વાળાએ આર્થિક લાભ મેળવવા પોતાનું મકાન ભાડે આપી તેનો ભાડા કરાર કે ભાડુઆતની વિગતો નજીકના પોલીસ મથકમાં નહિ આપી જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોય જેથી તેની વિરુદ્ધ જાહેતનામાં ભંગની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.