બે દિવસ પહેલા મોરબીનાં રવાપર ગામ તળાવ પાસેથી ૬૦ વર્ષીય વૃદ્ધાને ઉપાડી જય દુષ્કર્મ આચરવા મામલે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ પોલીસે બે આરોપીઓને પકડી પડ્યા હતા. જે મામલે વૃદ્ધાના દીકરાને આરોપીનાં પિતા અને અન્ય ઈસમો આવી ધમકાવી ફરિયાદ પરત ખેંચી લેવા દબાણ કર્યું હતું. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતિ અનુસાર, બે દિવસ અગાઉ મોદી રાત્રે રવાપર ગામ તળાવ પાસે કબૂતરી કલરની સ્વીફ્ટ કારમાં આવેલા બે શખ્સો પંકજ અને આશિષે ત્યાં સફાઈ કામ કરી રહેલ ૬૦ વર્ષીય વૃદ્ધાને ધારીયું બતાવી ગાડીમાં અપહરણ કરી જય અવાવરું જગ્યાએ લઈ હૈ દુષ્કર્મ આચર્યું હતું. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ખાતે વૃદ્ધાના પરિવારજએ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેને લઇ વૃદ્ધાના દીકરા ભરતભાઇ દિનેશભાઇને આરોપીના પિતા હેમંતભાઈ દેવજીભાઈ આદ્રોજા (ઉ.વ.૫૫ રહે.બી- ૬૦૨ ગોલ્ડન વ્યું એપાર્ટમેન્ટ રવાપર રોડ, શિતલભાઈ ગોરધનભાઈ ભાડજા (ઉ.વ.૩૮ રહે. જેતપર તા. જી.મોરબી) તથા અન્ય બે અજાણ્યા ઇસમોએ દુષ્કર્મ ની ફરીયાદ પાછી ખેંચી લેવા માટે આરોપીઓએ સિવિલ હોસ્પિટલે આવી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનિત શબ્દો બોલી, મનફાવે તેવી ગાળો આપી, ફરીયાદ પાછી ખેંચી લ્યો નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.