Sunday, October 6, 2024
HomeGujaratમોરબીમાં સ્ટેશન રોડ પર કાર વડે મારી નાખવાનો પ્રયાસ કરનાર ઈસમો વિરૂદ્ધ...

મોરબીમાં સ્ટેશન રોડ પર કાર વડે મારી નાખવાનો પ્રયાસ કરનાર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબીના અત્યંત ટ્રાફિક તથા માણસોની અવર જવરથી ધમધમતા સ્ટેશન રોડ ઉપર અગાઉની અદાવતમાં સ્કોર્પિયો કાર વડે જાહેર રોડ ઉપર સ્વીફ્ટ કારને ઉપરા છાપરી ત્રણ વખત ટક્કર મારી સ્વીફ્ટ કારમાં બેઠેલા કુલ પાંચ શખ્સોને ઘાયલ કર્યા હતા, બીજીબાજુ સ્વીફ્ટ કારમાંથી ઉતરેલા લોકો ઉપર ફરી તલવાર, લોખંડના પાઇપ તથા ધોકા વડે હુમલો કરવા જતા હોય ત્યારે તમામ શખ્સો આડા અવળા ભાગી જતા સ્વીફ્ટ કારમાં તોડફોડ કરી હતી. ત્યારે સ્કોર્પિઓ કાર ચાલક સહિત પાંચ આરોપીઓ સામે ભોગ બનનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં બનેલ બનાવ બાબતની પ્રાપ્ત વિગતો મુજબ લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ જોન્સનગર શેરી નં.૧૦ માં રહેતા મુસ્તાકભાઇ કાસમભાઇ સંધવાણી ઉવ.૨૭ કે જેઓ નીચી માંડલ ગામે મુરઘી વેચવાની દુકાન હોય ત્યારે સમગ્ર બનાવની વિગત મુજબ અગાઉ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમા કેનાલના કાંઠે ઇંડાની લારી રાખેલ હોય જે હટાવી લેવા આરોપી આમદ કાસમભાઇ કટીયાએ મુસ્તાકભાઈને કહ્યું હોય પરંતુ આ લારી હટાવેલ ન હોય જે બાબતનો ખાર રાખી ગઈકાલ તા.૬ જુલાઈના રોજ સાંજના સમયે ભોગ બનનાર સ્વીફ્ટ કાર રજી નં. જીજે-૩૬-એએફ-૮૧૫૦માં મુસ્તાકભાઈ, તેમનો સાળો, બે માસીયાઈ ભાઈ તથા તેનો મિત્ર એમ પાંચ વ્યક્તિ વાવડી રોડ ઉપરથી ઊંચી માંડલ ગામ જતા હોય ત્યારે મોરબી રેલ્વે સ્ટેશન રોડ સીંધુ ભવન પાસે પાણીની બોટલ લેવા સ્વીફ્ટ સાઇડમા ઉભી રાખેલ ત્યારે સામેથી આરોપી આમદ કાસમભાઈ કટીયા સ્કોર્પીઓ કાર લઈને નિકળેલ તે વખતે આરોપી આમદ ભોગ બનનાર મુસ્તાકભાઈને જોઇ જતા પોતાની સ્કોર્પીઓ કાર રજીનં. જીજે-૩૬-એફ-૪૧૪૩વાળી જડેશ્વર મંદીર પાસેથી યુ-ટર્ન મારી ફુલ સ્પીડમા હંકારી લાવી સ્વીફ્ટ કારને વારફરતી ત્રણ વખત પાછળથી તેમજ ડ્રાઇવર સાઇડમા ટક્કર મારી જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરી ઠોકરો મારવા લાગેલ જેમાં સ્વીફ્ટ કારમાં બેઠેલા તમામને ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓ આમદ કાસમ કટીયા, અકબર ઉર્ફે અકુ કાસમભાઇ કટીયા, વસીમ યુનુશભાઇ સેડાત જુસબ દિલાવરભાઇ માણેક રહે.બધા વીસીપરા મોરબી તથા ફિરોજ સુલેમાન માલાણી રહે.વાવડીરોડ મોરબીવાળાઓ સ્કોર્પિયો કારમાંથી ઉતરી લોખંડમા ફીટ કરેલ ચક્ર તથા તલવાર તથા ધોકા જેવા હથીયારો વડે સ્વીફ્ટ કારમા તોડફોડ કરી નુકશાન કરેલ હોય જેથી ભોગ બનનાર મુસ્તાકભાઈ દ્વારા ઉપરોક્ત પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!