માળીયા મિયાણાના વવાણીયા ગામમા જયદીપ કેમ ફ્રુટ પ્રાયવેટ લીમીટેડ નામના કારખાને ઈસમે પોતાના જયદીપ કેમ ફ્રુટ પ્રાયવેટ લીમીટેડ નામના ડુપ્લીકેટ માર્કવાળા પેકીંગની ખાલી બેગ મા ટાટા કંપનીના ભળતા નામથી તેમજ ભળતા કલરના પેકીંગની ખાલી બેગ વેચાણ કરવાના ઇરાદે મળી આવેલ ત્યારે છેતરપિંડી કરતા આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હીમાચલ પ્રદેશના ઘુમાર્વી તાલુકામાં રહેતા અને નોકરી કરતા વિનોદકુમાર સોહનલાલ શર્મા ગઈકાલે વવાણીયા ગામમા જયદીપ કેમ ફ્રુટ પ્રાયવેટ લીમીટેડ નામના કારખાને આરોપી કાનજીભાઇ નારણભાઇ ચાઉએ પોતાના જયદીપ કેમ ફ્રુટ પ્રાયવેટ લીમીટેડ નામના કારખાને ટાટા સોલ્ટ કંપનીના ડુપ્લીકેટ માર્કવાળા પેકીંગની ખાલી બેગમા ટાટા કંપનીના ભળતા નામથી તેમજ ભળતા કલરના પેકીંગની ખાલી બેગ વેચાણ કરવાના ઇરાદે મળી આવેલ જ્યાં રેઇડ દરમ્યાન કુલ તાજા શક્તી કોફી કલરના પ્લાસ્ટીકની ખાલી બેગના ૪૩ કટ્ટા જે એક કટ્ટામા એક હજાર ખાલી બેગ હોય જે ખાલી બેગ ૪૩,૦૦૦/- તથા તાજા શક્તી કેશરી કલરના પ્લાસ્ટીકની ખાલી બેગના ૨૨ કટ્ટા જે એક કટ્ટામા એક હજાર ખાલી બેગ ૨૨૦૦૦/- એમ કુલ ખાલી બેગ-૬૫,૦૦૦ જે મુદ્દામાલ સાથે મળી આવતા છેતરપિંડી કરતા માળીયા મીયાણા પોલીસે તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.