ફોરેસ્ટ વિભાગમા વનપાલની ફરજ બજાવતા મહિલા કર્મીને માહિતી મળેલ કે, જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે પાસે ગુજરાત ગેસના કર્મચારીઓ વૃક્ષો કાપી રહ્યા છે. જેને લઇ મહિલા કર્મી સ્થળ પર ગયા પરંતુ ત્યાં કોઈ વૃક્ષ કપાયેલ ન હોય તેમ છતાં ઈસમોએ લેખિતમાં લખાણ માંગ્યું અને ફરજમાં રૂકાવટ કરીને કર્મચારીને માર મારતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં લાલબાગ સરકારી કવાર્ટસ બ્લોક નંબર C 12-7 ખાતે રહેતા મૂળ જુનાગઢના સોનલબેન નાનુભાઇ શીલુ ફોરેસ્ટ વિભાગમા વનપાલની ફરજમા હોય દરમ્યાન વસંતભાઇ રાઠોડે ફોન કરી જણાવેલ કે જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે ગુજરાત ગેસના માણસો વૂક્ષો કાપે છે જેથી ત્યા જતા સ્થળ ઉપર કોઇ વૂક્ષ કાપેલ ન હોય છતાં આરોપી વસંતભાઇ રાઠોડ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે ઉચા અવાજે બોલવા લાગેલ કે વૂક્ષો કાપેલ છે તમો લેખીતમા વૂક્ષો કાપેલ છે તેવુ આપો તેમ કહી ફરજમા રૂકાવટ કરી તેમજ જયેશભાઇ ગગુભાઇ મિયાત્રાએ ગુજરાત ગેસનુ કામ કરતા માણાસોને ગાળો આપતા ફરીયાદીએ પોતાના મોબાઇલમા વિડીયો ઉતારતા ગગુભાઈએ મોબાઇલ પડાવવા જતાં, મોબાઇલ નહિ આપતા ફરિયાદીને ગળાના ભાગે તથા વાસાના ભાગે ઢીકા મારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ વસંતભાઇ રાઠોડે છુટો પથ્થરનો ઘા મારી ડાબા પગના ઢીચણના ભાગે મુંઢ ઇજા પહોંચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.