Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના ઝૂલતા પુલની ગોઝારી ઘટનાને લઈ ગુનો નોંધાયો

મોરબીના ઝૂલતા પુલની ગોઝારી ઘટનાને લઈ ગુનો નોંધાયો

મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના મામલે વહેલી સવાર સુધીમાં આશરે ૧૦૦થી વધુ મોત થયાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના પછી આશરે ૧૭૭ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ૧૯ લોકોને નાની-મોટી ઈજા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. ત્યારે બનાવને પગલે ઝૂલતો પુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ મેનેજમેન્ટ કરનાર એજન્સી વૃદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ- ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે. તેમજ બનાવનાં કારણભૂત આરોપીઓને કડકમાં કડક સજા કરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી ખાતે મચ્છુ નદિ પર આવેલ ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર ગઈકાલે સાંજના ૧૮/૩૦ ના અરશામાં તુટી ગયેલ હોવાથી આશરે ૧૦૦થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ છે તથા આશરે ૧૫૦ થી વધુ વ્યકિતઓને નાની-મોટી, ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હોય આ બ્રીજનુ સમારકામ તથા મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિત/એજન્સીઓએ આ બ્રીજનુ યોગ્ય રીતે સમારકામ/મેન્ટેનન્સ તથા કવોલીટી ચેક કર્યા વગર, યોગ્ય કાળજી રાખ્યા વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહી કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલ કૃત્યના કારણે આ ઝૂલતા પુલ ઉપર પ્રવાસન અર્થે આવતા આમ નાગરીકોનું મૃત્યુ નીપજવાનો તથા શારીરીક હાની પહોંચવાની સંભાવના તથા જાણકારી હોવા છતાં, સામાન્ય માણસની જિંદગી જોખમાય તેવુ જાણતા હોવા છતા આ બ્રીજ તા.૨૬/૧૦/૨૦૨૨ના રોજ ખુલ્લો મુકેલ જેના કારણે દુઃખદ ઘટના બનવા પામેલ હોય તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ વધુમાં તેમના ડવકાર જણાવાયું હતું કે, ઘટનામાં આશરે ૧૦૦ થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ હોય તથા આશરે ૧૫૦ થી વધુ લોકોને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હોય જેથી આ મચ્છુ નદિ પર આવેલ ઝુલતા પુલનુ સમારકામ, મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિતઓ/એજન્સીઓએ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!