મોરબી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબીંગ સમિતિની બેઠક ગત તા.૧૫/૦૯/૨૦૨૩ ના રોજ મળી હતી. જેમાં વાંકાનેર રાતીદેવળી ગામ સરકારી ખરાબાની જમીન સર્વે નં.૪૨૪ ની જમીનમા કોરોનાના સમયથી અત્યાર સુધી અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે કબ્જો કરી બાંધકામ કરી પાકુ મકાન બનાવી ગેર કાયદેસર કબ્જો કરી લેતા ઈસમ વિરૂદ્ધ વાંકાનેર મામલતદારની ફરિયાદને આધારે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.
મળતી માહીતી અનુસાર, મોરબી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબીંગ સમિતિની બેઠક ગત તા.૧૫/૦૯/૨૦૨૩ના રોજ મળી હતી. જેમાં વાંકાનેરના મામલતદાર ઉતમકુમાર વિનયભાઇ કાનાણીની ફરિયાદને આધારે લેન્ડ ગ્રેબીંગ બેઠકમાં થયેલ હુકમ તથા પોલીસ અધિક્ષક મોરબીના ક્રમાક:-આરબી/૨૬૮૮/૨૦૨૩ તા.૨૩/૦૯/૨૦૨૩ના પત્ર અનુસંધાને આરોપી માવજીભાઇ લાલજીભાઇ વોરાએ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના સરકારી ખરાબા સ.નં.૪૨૪ ની હે.૨૬-૦૫-૧૮ ચો.મી.જમીનમા અંદાજે ૧૫૦ ચો.મી.નુ સને-૨૦૨૦ કોરાના સમયથી આજદીન સુધી અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે કબ્જો કરી બાંધકામ કરી પાકુ મકાન બનાવી તથા બાજુમા જ પતરાની વાડ કરી બાંધકામ અંગેનો સેન્ટીંગનો માલસામાન રાખી જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદેસર કબ્જો કરી પોતાના અંગત ફાયદા માટે જમીનનો ઉપયોગ કરતા તેના વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.