Wednesday, January 15, 2025
HomeGujaratદીકરીઓને ઘરકામ કરવા મોકલતા માતા-પિતાએ ચેતવા જેવો કિસ્સો:મોરબી શહેરમાં ઘરે કામ કરવા...

દીકરીઓને ઘરકામ કરવા મોકલતા માતા-પિતાએ ચેતવા જેવો કિસ્સો:મોરબી શહેરમાં ઘરે કામ કરવા આવતી માનસિક અસ્થિર યુવતી સાથે ઘરના માલિકે દુષ્કર્મ આચર્યું

દીકરીઓને ઘરના માલિકો વિશે પૂરતી માહિતી પ્રાપ્ત કર્યા વગર એકલી ઘરકામ કરવા મોકલતા માતા પિતાઓએ ચેતવા જેવો કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે જેમાં મોરબી શહેરી વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતાના ઘરે કામ કરવા આવતી માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના શહેરી વિસ્તારમાં રહેતા લાલા લોહાણા નામના ઇસમે પોતાના ઘરે કામ કરવા આવતી અનુસૂચિત જાતિની ૨૩ વર્ષીય માનસિક અસ્થિર યુવતી ત્રણ મહિના અગાઉ આરોપી ના ઘરે કામ કરવા ગઈ હતી ત્યારે એકલતાનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું જેનો ભાંડો ફૂટતા ભોગ બનનાર યુવતીના પરિજનોને આ બાબતની જાણ થતાં યુવતીના પરિવારજનો એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં લાલા લોહાણા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આઈપીસી ૩૭૬(૨) અનુસૂચિત જાતિ સુધારણા અધિનિયમ ૨૦૧૫ ની કલમ ૩(૧)(w)(૧) અને ૩(૨)(૫) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આરોપી લાલો પોલીસ ના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

નોંધ: આ સમાચારમા ભોગ બનનાર યુવતીની ઓળખ જાહેર ન થાય તે હેતુથી આરોપીનું પુરુ નામ સરનામું અને ભોગબનનારનું નામ જાહેર કરવામાં આવેલ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!