Thursday, January 23, 2025
HomeGujaratવાંકાનેરના માટેલ ગામે દારૂ વેચવાની ના પાડતા આધેડનું અપહરણ કરી માર માર્યાનો...

વાંકાનેરના માટેલ ગામે દારૂ વેચવાની ના પાડતા આધેડનું અપહરણ કરી માર માર્યાનો મામલો, ફરિયાદ નોંધાઈ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નારણભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.૫૧, ધંધો.ખેતી, રહે.માટેલ સહકારી મંડળી સામે, તા.વાંકાનેર) એ આરોપીઓ મયાભાઇ કોળી (રહે.માથક) તથા તેની સાથેના અજાણ્યા ચાર માણસો તેમજ કેહર જામા કોળી, બળદેવ કેહર કોળી, જીતુ વશરામ કોળી, છગન હકા કોળી, મહેશ ટીડા કોળી (રહે.પાંચેય માટેલ, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૪ ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં માટેલ ગામ પાસે જામસર ચોકડીથી માટેલ જતા કાચા રસ્તા ઉપર આરોપી મયાભાઇ કોળી રે.માથક વાળાએ તેની સાથેના અજાણ્યા ચાર માણસોએ ફરીયાદીએ અગાઉ દારૂ વેચવાની ના પાડેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીને સફેદ કારમાં બેસાડી અપહરણ કરી ફરીયાદીને ઢીકા પાટુનો મુંઢ મારમારી સીમ વિસ્તારમાં ઉતારી આરોપી મયાભાઇએ લોખંડના પાઇપ તથા અન્ય ચાર અજાણ્યા માણસોએ ધોકાઓ વડે ફરીયાદીને મારમારી જાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી ખાનવાની ધમકી આપી હતી. તેમજ અન્ય તમામ આરોપીઓએ ફરીયાદીએ અગાઉ પોલીસ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ગાળો આપી જાતી પ્રત્યે હડધુત કરી ઢીકા પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આ તમામ આરોપીઓ સામે એટ્રોસીટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!