Sunday, November 24, 2024
HomeGujaratમોરબીમાં સાર્વજનિક પ્લોટ પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

મોરબીમાં સાર્વજનિક પ્લોટ પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરી મિલકતો ઉભી કરનારા તત્વો સામે હવે વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. અને આવા લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીની ચામુંડાનગર સોસાયટીના કોમન પ્લોટમા દબાણ કરી રહેતા એક શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનાં કાયદા તળે દુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના વોર્ડ નં-૦૪ ના સીટી સર્વે નંબર-૨૬૦૧ ના શીટ નં-૧૯૯ વાળી જગ્યામાં આવેલ ચામુંડાનગર સોસાયટીનાં કોમન પ્લોટમા આશરે ૩૭.૪૪ ચો.મી. જગ્યામાં નાનજી પોપટભાઇ મકવાણા નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી જે તે સમયે જગ્યા પચાવી પાડવામાં આવી હતી. અને તે જગ્યા પર મકાન ઉભું કરવામાં આવ્યું હતું. જેની જાણ થતા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા નાનજી પોપટભાઇ મકવાણા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ- ૩, ૪(૧)(૩),૫(ગ), મુજબ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!