મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઉંચી માંડલ ગામ નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક શખ્સને રોકી તેની તલાસી લેતા, તેની પાસેથી વિદેશી દારૂ રોયલ સ્ટગની એક બોટલ કિ.રૂ.૬૭૩ મળી આવતા, આરોપી સિધ્ધસિંહ હીરાલાલ પાલ ઉવ.૨૧ રહે. હાલ ઉંચી માંડલ સિમોરા સીરામીકની લેબર કોલોનીમાં મૂળ રહે.ઉત્તરપ્રદેશ વાળાની અટક કરી તાલુકા પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.