Thursday, March 19, 2026
HomeGujaratમોરબીમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો

કલેક્ટર કે.બી. ઝવેરીએ રમતવીર કન્યાઓને બિરદાવી; મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રમતવીર દીકરીઓના કૌશલ્યને બિરદાવવા અને રમતગમત ક્ષેત્રે તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જીલ્લાની ૪૮ જેટલી તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં કબડ્ડી, ટેકવેન્ડો, ખો-ખો, જુડો, કરાટે અને બેડમિન્ટન જેવી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડી કન્યાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપી તેમનું વિશિષ્ટ બહુમાન કરાયું હતું. કલેક્ટરે આ તકે દીકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મોરબીની દીકરીઓ રમતગમતના મેદાનમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે, જે સમગ્ર જીલ્લા માટે ગૌરવની બાબત છે. મ્યુનિસિપલ કમિશનરે પણ દીકરીઓને રમતગમતની સાથે શિક્ષણમાં પણ ઉચ્ચ શિખરો સર કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. વહીવટી તંત્રના આ હકારાત્મક અભિગમથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી જીલ્લાની અન્ય દીકરીઓને પણ નવી પ્રેરણા મળશે.

આ અવસરે જીલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, જીલ્લા રમતગમત અધિકારી રવિભાઈ રાઠોડ, વિવિધ રમતના કોચ, વાલીઓ તેમજ દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!