હળવદ પોલીસ મથક ટીમને બાતમી મળેલ કે તાલુકાના શિરોઇ ગામે મનુભાઈ ખાંભળીયા પોતાની વાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો હોય, જેથી તુરંત પોલીસ ટીમે શિરોઇ ગામે વાડીમાં રેઈડ કરવામાં આવતા, જ્યાં સ્થળ ઉપરથી પોલીસે દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૧૦૦ લીટર તેમજ દેશીદારૂ બનાવવાના સાધન સામગ્રી સહિત કુલ રૂ.૪,૭૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, રેઇડ દરમિયાન આરોપી મનુભાઇ દેવાભાઇ ખાંભળીયા રહે-શીરોઇ તા-હળવદ વાળો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.