હળવદ ધાંગધ્રા હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બેફામ ચાલતા ટ્રકે બોલેરો વાહનને હડફેટે લેતા બોલેરો પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે બોલેરો ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. જે સમગ્ર મામલે મૃતકના ભાઈએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ ધાંગધ્રા હાઇવે પર આનંદભાઇ નામનો શખ્સ પોતાની જીજે-૧૩-એડબલ્યુ-૨૯૪૫ નંબરની પીકપ બોલેરો લઈ જઈ રહ્યો હતો. ત્યારે શક્તીનગરથી સુખપર ગામ વચ્ચે હાઇવે રોડ પરથી પસાર થતી વેળાએ જીજે-૦૩-એઝેડ-૯૯૯૨ નંબરનાં કંટેનર ટ્રકના ચાલકે પોતાનું કંટેનર ટ્રક પુરઝડપે પોતાનું વાહન ચલાવી ચલાવી આનંદભાઇના પીકપ બોલેરો વાહન રસ્તા ઉપર ચલાવી જતા હોય પાછળના ભાગે અથડાવી અકસ્માત સર્જી પલ્ટી ખવડાવી નીચે પાડી દઇ આનંદભાઈને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે કંટેનર ટ્રકનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતા સમગ્ર મામલે મૃતકના મોટાભાઈએ હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની ફરિયાદ નોંધાવી છે.