Sunday, January 19, 2025
HomeGujaratવાંકાનેરના જોધપર ગામે બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો, સામસામે ફરિયાદ

વાંકાનેરના જોધપર ગામે બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો, સામસામે ફરિયાદ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જોધપર ગામે બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. બજારમાં ઇકો ચલાવવા અને હોર્ન મારવા બાબતે બંને પક્ષે બોલાચાલી થયા બાદ મામલો બીચકયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે સામસામે ફરિયાદ નોંધી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા મથકથી દસ કિમિ દૂર આવેલ જોધપર ગામે કોળીવાસ શેરીમાં મારામારી થવા પામી હતી. જેમાં એક પક્ષે ગાડુંભાઇ લખમણભાઇ ધરજીયાએ આરોપીઓ મધુબેન ઉર્ફે બેબીબેન, આશાબેન બીપીનભાઇ, રોહીતભાઇ, મુના શીવા ગોકળભાઇ, બીપીનભાઇ શીવાભાઇ (રહે. બધા જોધપર તા. વાંકાનેર જી.મોરબી) વાળા શખ્સો સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨),૪૨૭,૧૧૪ જી.પી.એકટ ૩૭(૧),૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ પોતાના ઘરે હતા તે દરમ્યાન આ આરોપી બીપીનભાઇના દિકરો ઉદય અવારનવાર બજારમાં ઇકો ગાડી લઇ હોર્ન વગાડતો હોય જે વગાડવાની ના પાડી હતી. છતાં પણ આરોપીઓએ વારાફરતી વૃધ્ધના મકાન પાસે આવી, ગાળો આપી ઘરની બહાર નીકળવા માટે કહ્યું હતું. જોકે વૃદ્ધ ઘર બહાર ન નીકળતા આરોપીઓએ બારીને ધુંબા મારી કાચ તોડી તેમજ માતાજીના મંદિરની બારીઓ તોડી નાખી, મકાન બહાર પાડેલ જી.જે.૦૩-ડી.જી.-૭૬૮૬ નંબરની વેગનાર વાળી ના કાચ તોડી નુકશાની કરેલ તેમજ આરોપી બીપીનભાઇના હાથમાં છરી લઇ મારવા દોટ લગાવી હતી. આરોપીઓ મકાને વારા ફરતી આવી મકાનની બારી તથા મંદિરમાં તથા ગાડી માં નુકશાન કરી જાન થી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી હોવાનો આરોપ લગાવાયો છે.

જયારે સામા પક્ષે મધુબેન બીપીનભાઇ દાદરેચાએ ગાંડુભાઇ લખમણભાઇ ધરજીયા, જેરામ ઉર્ફે જેરો ગાંડુભાઇ ધરજીયા નામના શખ્સો સામે ૩૨૩, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓએ આ મધુબેન અને દીકરા ઉદયને શેરીમા હોર્ન વગાડવા બાબતે ઉભા રાખી જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી તેણીની દીકરી આશાને ફડાકો મારી ઇજા કરી તથા જેરામે તેણીના પતીની જી.જે.૩૬.એલ. ૧૮૩૧ નંબરની ઇકો કારમાં આગળના કાચમા છુટો પથ્થર મારી આગળનો કાચ તોડી નુકશાન કરી હતી. જ્યારે બન્ને આરોપીઓએ તેણીને તથા તેના દીકરા દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!