Thursday, July 17, 2025
HomeGujaratટંકારાના હરબટીયાળી ગામે રોડ સાઈડમાં ઉભેલ પાણીપુરીની લારી અને અન્ય વ્યક્તિને હડફેટે...

ટંકારાના હરબટીયાળી ગામે રોડ સાઈડમાં ઉભેલ પાણીપુરીની લારી અને અન્ય વ્યક્તિને હડફેટે લઈ એકનું મોત નિપજાવનાર કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ટંકારા નજીક હરબટીયાળી ગામના બસસ્ટેન્ડ પાસે ફુલ સ્પીડમાં આવેલ એક ફોર વ્હીલ કાર ડિવાઇડર ઠેકીને રોંગ સાઈડમાં આવી અચાનક બે વ્યક્તિઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પાણીપુરીની લારી ધરાવતા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલ અમદાવાદ સરકારી દવાખાનામાં સારવાર હેઠળ છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના બસસ્ટેન્ડ પાસે તારીખ ૧૩/૦૭/૨૦૨૫ના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માત અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દિપકભાઈ કાંતિલાલ અઘારીયા, વતની જીવાપર, તેમનાં પત્ની કૈલાશબેન સાથે શાકભાજી વેચી ઘરે પરત જતા હોય ત્યારે હરબાટીયાળી બસસ્ટેન્ડ પર જીવાપર જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા. તેમના નજીક જ પાણીપુરી વેચતા સંદીપકુમાર સર્વેશકુમાર નિશાદ, મીતાણા, પણ ત્યાં ઉભા હતા.

આ દરમ્યાન રાજકોટ તરફથી ફુલ સ્પીડમાં આવી રહેલી કાળા કલરની જીજે-૦૩-જેઆર-૪૭૮૦ નંબરની કારે ડિવાઇડર તોડીને રોંગ સાઈડમાં આવી અને દીપકભાઈ અને પાણીપુરી વાળા સંદીપકુમારને હડફેટે લીધા હતા. અક્ષણત સર્જી કારચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના દુકાનદારો અને લોકો ભેગા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. દિપકભાઈ અને સંદીપભાઈ બંનેને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિપકભાઈને ગંભીર ઇજાઓ થતા રાજકોટ સિવિલ અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પાણીપુરી વેચનાર સંદીપકુમારનું મોત નિપજ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવ મામલે ઇજાગ્રસ્ત દિપકભાઇ મોટાભાઈ જયંતભાઈ કાંતિલાલ અઘારીયાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!