Monday, March 2, 2026
HomeGujaratમોરબીના વસંત પ્લોટમાં પાર્ક કરેલ કારના કાચ તોડતા અજાણ્યા ત્રણ ઈસમો વિરુદ્ધ...

મોરબીના વસંત પ્લોટમાં પાર્ક કરેલ કારના કાચ તોડતા અજાણ્યા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરમાં ફરી એકવાર પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખુલ્લી છે, જેમાં વસંત પ્લોટ વિસ્તારમાં ઘર અને કોમર્શિયલ સ્થળે પાર્ક કરેલી કારોના કાચ તોડી નુકસાન પહોંચાડ્યાના બનાવ અંગે સીસીટીવી ફુટેજમાં દેખાતા ત્રણ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ એક જ રાત્રી દરમિયાન છાત્રાલય રોડ અને મુનનગર વિસ્તારમાં પણ રહેણાંક અને ઓફિસો બહાર પાર્ક કરેલ ૧૫ જેટલી કારના કાચ તોડાયા હોવા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે પાર્ક કરેલી કારોને નિશાન બનાવવાના બનાવો વધતા જોવા મળી રહ્યા છે. શનમાં રોડ વસંત પ્લોટ વિસ્તારમાં આવેલી એક કોમર્શિયલ ઓફિસ બહાર પાર્ક કરેલી લોડિંગ કેરી ગાડીનો મેઈન કાચ તોડી નુકસાન કરાયું હોવાનું બહાર આવ્યું છે. જે બનાવ અંગે ફરિયાદી કાનાભાઈ પાલાભાઈ ડાંગર ઉવ. ૩૬ જે બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે, તેમણે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, તેમની કંપનીની મારુતિ સુઝુકી કેરી રજી. નં. જીજે-૦૩-બીઝેડ-૪૯૪૯ ગાડી રાત્રે ઓફિસ બહાર પાર્ક કરવામાં આવી હતી. ગત તા.૧ માર્ચ ૨૦૨૬ની વહેલી સવારે લગભગ ૨.૪૨ વાગ્યાના આસપાસ ત્રણ અજાણ્યા શખ્સો મોટરસાયકલ પર આવી ધોકા વડે ગાડીનો આગળનો કાચ તોડી ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં ઘટના સ્પષ્ટ જોવા મળી પરંતુ અંધારાના કારણે વાહનનો નંબર સ્પષ્ટ દેખાયો ન હતો. ત્યારે આ બનાવમાં અંદાજે રૂ.૬,૦૦૦નું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શક્તિ પ્લોટમાં પણ એક રહેણાંક મકાન બહાર પાર્ક કરેલી કાર રજી. નં. જઈને-૩૬-બી-૦૦૪૯નો કાચ તોડી અંદાજે રૂ.૮,૦૦૦નું નુકસાન કરાયું હતું. આ સિવાય તે જ રાત્રી દરમિયાન છાત્રાલય રોડ અને મુનનગર વિસ્તારમા પણ આશરે ૧૫ કારોના કાચ તોડવાના બનાવો સામે આવ્યા હતા. હાલ પોલીસે અજાણ્યા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!