મોરબીના મકનસર ગામે પરિણીતા દ્વારા ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોય જે મામલે પરિણીતાના પતિ અને જેઠ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં મૃતક દીકરીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં બંને આરોપીઓ મારકુટ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાથી પરિણીતાએ કંટાળી અંતિમ પગલું ભરી લીધા હોવાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભગવાનજીભાઇ મુળાજીભાઇ દવે ઉવ.૫૯ રહે.દેવસર ગામ તા.રાપર જી-કચ્છવાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી કિશનભાઇ મુળાજી જોષી તથા હામથાજી મુળાજી જોષી રહે. બન્ને પ્રમજીનગર મકનસર ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે બન્ને આરોપીઓએ ફરીયાદીની દિકરી રસીલા ઉર્ફે જયશ્રીને તેના પતિ કિશન અવાર નવાર અસહ્ય માનસીક શારીરિક દુ:ખ ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારતો હોય અને તેના જેઠ હમથાજીએ પણ જયશ્રીબેન ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતો, ત્યારે બંને દ્વારા આપવામાં આવતા શારીરિક-માનસિક ત્રાસને કારણે જયશ્રીબેને ગઈ તા.૦૭/૦૨ના રોજ મકનસર(પ્રેમજીનગર) પોતાના રહેણાંક ખાતે ગળેફાસો ખાઈ લીધો હતો, ત્યારે દીકરીને મરવા માટે મજબુર કરનાર બંને વિરુદ્ધ દાખલ કરાયેલ ફરિયાદને આધારે પોલીસે આગળની તપાસ ચલાવી છે.