રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધીક્ષક પી.એ. ઝાલા તથા સર્કલ પી.આઇ. વી.પી. ગોલના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં ખરાબાની ખુલ્લી જગ્યામા ગોળકુંડાળુ વળી ઘોડી પાસા વડે જુગાર રમતા 5 શકુનિઓને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે. જયારે પોલીસને જોઈ જતા 5 ઈસમો ફરાર થયા છે. ત્યારે પોલીસે તમામ 10 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી 5 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન તેઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમ વીવાવ ગામના માર્ગે મનુભાઇ ભીખાભાઇના ખેતરની બાજુમા ખરાબાની ખુલ્લી જગ્યામા રેઇડ કરવામાં આવી હતી. જ્યાં જાહેરમા ગોળકુંડાળુ વળી ઘોડી પાસા વડે જુગાર ૨મતા કરણભાઇ દડુભાઇ ચાવડા (રહે.રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલની પાછળ શેરી નં-૮ રાજકોટ મુળ રહે.કાળાસર તા.જસદણ જી.રાજકોટ), અજયભાઇ મનોજભાઇ સોલંકી (રહે,રાજકોટ લોહાનગર ગોંડલ રોડ તા. જી.રાજકોટ), ચીરાગભાઇ ગોપાલભાઇ ગરળીયા (રહે.રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલની પાછળ શેરી નં- ૧૨ તા. જી.રાજકોટ), પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત (રહે. હાલ મોરબી રવાપર રોડ અવનીચોકડી સંકલ્પ એપા.૪૦૧ તા.જી.મોરબી મુળ રહે. સજનપર (ધુ) ના ટકારા જી.મોરબી) તથા રફીકભાઇ ઓસમાણભાઇ ખોખર (રહે. રાજકોટ વિનાયકનગર ૧૬ કુષ્ણનગરમેઇન રોડ દોશી હોસ્પીટલ પાસે તા.જી.રાજકોટ) એમ કુલ ૦૫ જુગારીઓને રોકડા રૂ ૧,૧૨,૨૦૦/- તથા જી.જે.-૦૩-એલ.ઇ.૧૮૭૬ નંબરની એકટીવા તથા જી.જે.-૦૩-બી.એકસ-૬૦૭૩ નંબરની સી.એન.જી.રીક્ષા તેમજ 0૯ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨,૭૨,૨૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી જેલ હવાલે કર્યા છે. જયારે પોલીસને જોઈ જતા ગીરીરાજસિંહ સહદેવસિંહ જાડેજા (રહે વીરવાવ તા.ટંકારા), રવીભાઇ રમેશભાઇ ગડીયલ (રહે. રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલ પાછળ), બોબી સંધ (રહે. રાજકોટ), અલીભાઇ (રહે. રાજકોટ લોહાનગર) તથા રફીકભાઇ ઉર્ફે મોગલ (રહે. રાજકોટ) નામના ઈસમો ફરાર થઇ જતા તમામ પાંચેય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.