Thursday, January 30, 2025
HomeGujaratમોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ૬ ઈસમો...

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ૬ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં રહેતા યુવકને ઊંચા વ્યાજે રૂપિયા આપી તેની પાસેથી બળજબરીપૂર્વક સહી-વાળા કોરા ચેક તેમજ આઈફોન મોબાઇલ લઈ લીધા હોય, અને અવાર નવાર વધુ વ્યાજના રૂપિયાની માંગણી કરી યુવકને ફડાકા મારી જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા છ વ્યાજખોરો સામે ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર રવાપર રોડ સ્વાગત હોલ પાછળ જલારામ સોસાયટીમાં રહેતા મૂળ બગથળા ગામના રહેવાસી વિનાયક મણિલાલ મેરજા (ઉવ.૨૦) એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ક્રુણાલ ઉર્ફે ભુરો નિતેશભાઇ ઓગણજા (રહે-ન્યુ ચંદ્રેશનગર પ્રભાત હાઇટસ મોરબી), રાહુલભાઇ જારીયા (રહે-ગજડી ગામ તા.ટંકારા), જયરાજ સવસેટા (રહે-દેવગઢ તા.માળીયા(મી), મિલનભાઇ પકાભાઇ ફુલતરીયા (રહે-ઉમા ટાઉનશીપ સામાકાંઠે), માધવ જીલરીયા (રહે-રવાપર ગામ તા.જી.મોરબી) તથા રાધે ડાંગર (રહે-ગજડી ગામ તા.ટંકારા)વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઇ તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ થી તા.૩૦ માર્ચ ૨૦૨૪ ના સમયગાળા દરમ્યાન ફરીયાદી વિનાયકને તમામ આરોપીઓએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે રૂપિયા આપ્યા હોય. તેમજ આરોપી રાહુલ જારીયાએ વ્યાજના વધુ રૂપીયાની માંગણી કરી ફડાકા માર્યા હોય જ્યારે આરોપી કૃણાલ ઓગણજાએ ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક ફરીયાદી તથા સાહેદના સહીવાળા પાંચ કોરા ચેકો તથા આઇ ફોન ફીફટીન પ્રો મોબાઇલ ફોન બળજબરી પુર્વક લઇ તમામ આરોપીઓ એકબીજા સાથે મળી ફરીયાદી પાસે વ્યાજના વધુ રૂપીયા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી પડાવી લઇ, વધુ રૂપીયાની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી અને જો વ્યાજના વધુ રૂપીયા ન આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી છેલ્લા બે વર્ષથી શારીરિક માનસિક ત્રાસ ગુજારીને ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા હોય જેથી આખરે કંટાળી જઈ ભોગ બનનાર યુવક દ્વારા તમામ છ આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!