Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી જનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ...

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાંથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી જનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં સીરામીક કારખાનામાં મજૂરી કરતા શ્રમિક પરિવારની ૧૬ વર્ષીય સગીરાનું લગ્ન કરવાના ઇરાદે મૂળ ઉત્તરપ્રદેશનો શખ્સ અપહરણ કરી ભગાડી જતા સગીરાની માતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના એક ગામમાં સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા પરિવારની દીકરી કે જે ૧૬ વર્ષ ૧ માસ વર્ષની સગીર વય ધરાવતી હોય જેનું ગત તા.૧૬/૦૭ના રોજ સુરજ રામભરોસા રાજભર મુળરહે.વોર્ડ નં.૮, દક્ષીણ ટોલા, રેવતી જી.બલીયા ઉત્તર પ્રદેશવાળો લગ્નની લાલચે અપહરણ કરી ફરાર થઇ ગયો હોય જેથી પરિવાર દ્વારા ઘરમેળે પોતાની દીકરીની શોધખોળ કરતા આજદિન સુધી કોઈ સગડ ન મળતા આખરે સગીરાની માતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!