મળતી માહિતી અનુસાર હળવદના માનગઢ ગામે બજારની બાજુમાં રહેતા જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ એરવાડીયા ઉવ.૪૦ નામના ખેડૂત ગામના મિત્રો સાથે રહેણાંકની બાજુમાં તાપણું કરીને બેઠા હોય ત્યારે માનગઢ ગામમાં રહેતો સંજયભાઈ ઉર્ફે ગેંડો નાગરભાઈ વાંકડ ત્યાં આવીને કાઈ પણ કારણ વગર કાઈ બોલ્યા વગર જીતેન્દ્રભાઈને લોખંડનો પાઇપ મારી દીધો હતો ત્યારે સાથે બેથ જીતેન્દ્રભાઈ ના મિત્ર બાલાભાઈ લક્ષ્મણભાઈએ આવું કેમ કરે છે તેમ આરોપી સંજય ઉર્ફે ગેંડાને કહેતા આરોપી દ્વારા બાલાભાઈને પણ બેફામ ગાળો આપીને ત્યાંથી ચાલ્યો ગયો હોય જે મુજબની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.