Saturday, January 4, 2025
HomeGujaratમોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર સામે ફરિયાદ નોંધાઈ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર સામે ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સીરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાનું લગ્નની લાલચે બદકામ કરવાના હેતુથી અપહરણ કરી ભગાડી જનાર સામે સગીરાની માતા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીક ફેક્ટરીની મજૂર ઓરડીમાં રહેતા શ્રમિક પરિવારની ૧૬ વર્ષ ૧૦ મહિનાની સગીર વયની દીકરી ગત તા. ૨૪/૦૮ના રોજ બપોરથી સીરામીકની લેબર કોલોનીએથી લાપતા થતા તેણીને પરિવારના સભ્યો દ્વારા કારખાનાની આજુબાજુ શોધખોળ શરૂ કરતા મળી આવેલ ન હોય, અગાઉ સગીરા સાથે પ્રેમસંબંધ હોય તે યુવકની શોધખોળ કરતા તે પણ મળી આવેલ ન હોય તથા તેનો મોબાઇલ પણ સ્વિચ ઓફ આવતો હોવાથી સગીરાની માતા દ્વારા લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી મૂળ બિહાર રાજ્યના નવાદા જીલ્લાના હુરરાહી ગામનો વતની હાલ લખધીરપુર ગામે આવેલ લેક્સેસ સીરામીકમાં કામ કરી રહેલ રાજકરણરાજ સંજયભાઈ પાસવાન સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આરોપી સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!