મોરબીમાં સ્કાય મોલ પાસે પાર્કિંગ બાબતે થયેલ માથાકુટમાં ચાર ઈસમોએ એક વેપારીને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના દલવાડી સર્કલ પાસે ગોકુલ મથુરા સોસાયટી મારૂતીનગર બ્લોક નં. ૨૦૨ ખાતે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે નીકુ પ્રભુલાલ અઘેરા ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ પોતાની દુકાને હતા. ત્યારે એમ.બી.જવેલર્સ વાળા અશોકભાઇ ખાણધરાએ તેમને તેમના શોપીંગમાં પાર્કીંગની સમસ્યા હોય તેની ચર્ચા કરવા માટે બોલાવેલ હતા જે બાબતે તેઓ તેમની દુકાન પાસે ચા ની લારી પાસે ધર્મેન્દ્રભાઇ રાણીપા તથા અશોકભાઇ ખાઘરા સાથે આ બાબતે ચર્ચા કરતા હતા અને સ્કાય મોલમાં આવતા ગ્રાહકો તથા કર્મચારીઓના વાહનો પડેલ નડતરરૂપ થતા હોવાથી સ્કાય મોલના મેનેજર ભરતભાઇ નાણાવટીને આ બાબતે વાત કરવા માટે ફરીયાદીએ ફોન કરીને નીચે બોલાવ્યા હતા અને આ બાબતે વાત કરતા સ્કાય મોલના મેનેજરએ ફોન માં જ કહેલ કે તમે સીકયુરીટી ઇન્ચાર્જ સાથે વાત કરીને જે કાંઇ છે તે પતાવી લ્યો તેમ કહેતા.
ત્યાં જોટ જોતામાં સ્કાય મોલના મેનેજર ભરતભાઇ નાણાવટી તથા દીલીપભાઇ રબારી બન્ને જણા ત્યાં આવી ગયા અને દીલીપભાઇ રબારી એ ફરિયાદીને કહ્યું કે રસ્તાના પાર્કીંગનુ પતશે નહીં તેમ કહેવા લાગેલ હતા તમારાથી જે થાય તે કરી લેજો તેમ વાત કરી ફરિયાદી નરેન્દ્રભાઇ ઉર્ફે નીકુ ત્યાંથી જતા રહેલ હતા.
બાદમાં દીનેશભાઇ રબારી, દીલીપભાઇ રબારી, સંજયભાઇ રબારી તથા એક અજાણ્યા વ્યક્તિએ ફરિયાદી પાસે જઈ ફરીયાદીને પાર્કીંગ બાબત વાત કરવી નહીં તેમ કહી ઢીકા પાટુનો મુંઢ માર મારી શરીરે મુંઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.