Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના શનાળા નજીક જૂની અદાવતનો ખાર રાખી બે વ્યક્તિ પર ઘાતક હુમલો...

મોરબીના શનાળા નજીક જૂની અદાવતનો ખાર રાખી બે વ્યક્તિ પર ઘાતક હુમલો કરતા ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં જૂની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ બે વ્યક્તિઓ પર લોખંડની પાઈપ તથા લાકડાના ધોકા વતી હુમલો કર્યો હતો. જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં ચાંચાપર ગામ ખાતે રહેતા તુષારભાઈ કેશવજીભાઈ ભાલોડીયા નામના યુવક તેમના એક સાથી પર મોરબી શનાળા મેલડી માતાના મંદીર પાસે રોડ ઉપર વરૂણભાઈ તથા અન્ય ત્રણ અજાણ્યા માણસોએ જુના બનાવની દાઝ રાખી લોખંડની પાઈપ વતી તથા લાકડાના ધોકા વતી હુમલો કર્યો હતો. જેના કારણે ફરિયાદી યુવકને શરીરે તેમજ મોઢા પર મુંઢ ઈજા પહોંચી હતી. તેમજ તેમના સાથી સાહેદને મોઢાના ભાગે મુંઢ ઈજા પહોંચી હતી. જેને લઈ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!