હળવદમાં ઈસમે એક સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી બદનામ કરવાની ધમકી આપતા સગીરાને મરવા મજબુર કરતા સગીરાએ ફીનાઇલ પી આપઘાત કરી લીધો હતો. જે સમગ્ર મામલે સગીરાની દાદી દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરાના ઘરમાં પ્રવેશ કરી રોશન જાદવજીભાઇ દેવીપુજક (રહે રાયસંગપર તા.હળવદ) નામના નરાધમે સગીરા ૧૭ વર્ષની હોવાનુ જાણતો હોવા છતાં સગીરા સાથે શારીરીક છેડતી કરી બળજબરી કરી શરીર સબંધ બાંધેલ જે બાબતે સગીરાને બદનામ કરવાની ધમકી આપતા સગીરાને મરવા મજબુર કરતા સગીરાએ ફીનાઇલ પી આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.